મુંબઈઃ દેશભરમાં થયેલા લોકડાઉનમાં ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાં શુટિંગ બંધ કરાયુ છે. જેથી ઈન્ડ્સ્ટ્રીમાં નાનુ-મોટુ કામ કરતાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તકલીફ વચ્ચે 'રાધે' અને 'યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ના કર્મચારીના ખાતામાં સલમાન ખાને એડવાન્સ પગાર જમા કરાવ્યો છે.
મેક અપ આર્ટિસ્ટ સુભાષ કપૂરે આ વાાતની પૃષ્ટિ કરી હતી. તેણે જણાવ્યુ હતું કે, તેમણે મહાન કામ કર્યુ છે. હું દિલથી સલમાન સરનો આભાર માનું છું. હમણાં સંકટનો સમય છે.
આ પહેલા સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25,000થી વધારે દૈનિક વેતન મેળવતા કર્મચારીઓને મદદ કરી છે. જેમનું જીવન લોકડાઉનના કારણે પ્રભાવિત થયું છે.