ETV Bharat / sitara

Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલાથી માંડ બચી ઉર્વશી રૌતેલા - Film Legend Film Shooting

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા યુક્રેન પરના રશિયન મિસાઈલ હુમલામાં (Russia Ukraine War) માંડ બચવામાં સફળ રહી છે. ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મનું (Urvashi Rautela Upcoming Films) ત્યાં શૂટિંગ કરી રહી હતી. વાંચો વિગતે...

Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલાથી માંડ બચી ઉર્વશી રૌતેલા

author img

By

Published : Feb 25, 2022, 3:58 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે શુક્રવારે તેનો જન્મદિવસ (Urvashi Rautela Birthday) ઉજવી રહી છે. આ દરમિયાન ઉર્વશીએ કહ્યું કે, આ દિવસને મારા પેરેન્ટસ ખુબ ખાસ બનાવી દે છે એટલે તે બર્થ ડે સેલિબ્રેશન માટે માલદીવમાં છે, પરંતુ હવે એ વાતનો ખુલાસો કરાય રહ્યો જે જાણીને તમને નવાઈ લાગશે કે યુક્રેન પર રશિયન હુમલામાં (Russia Ukraine War) ઉર્વશી માંડ બચી શકી છે..

યુધ્ધ પહેલા ઉર્વશી યુક્રેનમાં હતી

ખરેખર ઉર્વશી છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેનમાં તેની તમિલ ડેબ્યૂ ફિલ્મ (Urvashi Rautela Upcoming Films) 'ધ લિજેન્ડ'નું શૂટિંગ (Film Legend Film Shooting) કરી રહી હતી. તે જ સમયે, રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર મિસાઇલોનો વરસાદ શરૂ કર્યો હતો. એટલા તેના નસીબ સારા કે હુમલા પહેલા જ અભિનેત્રી માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા પહોંચી હતી.

આ પણ વાંચો: Russia Ukraine War: રશિયા -યૂક્રેન યુદ્ધ વિશે પ્રિંયકા ચોપરાએ વીડિયો શેર કરી કહ્યું...

અભિનેત્રીએ યુક્રેનના બે વીડિયો પણ શેર કર્યા

આ સાથે અભિનેત્રીએ યુક્રેનના બે વીડિયો પણ શેર કર્યા છે. ઉર્વશીના માલદીવ આવવાનું કારણ અભિનેત્રીનો પ્રી-પ્લાન જન્મદિવસ છે. હાલ ઉર્વશી તેના મિત્રો અને પરિવાર સાથે માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરી રહી છે.

અભિનેત્રીએ વીડિયો શેર કરી કહ્યું..

અભિનેત્રીએ શેર કરેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ તક હૈ જાન'નો હિટ ડાયલોગ સંભળાઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી યુક્રેનની સડકો પર ફરતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલાએ વિડિયો શેર કરી કહ્યું, 'શૂટિંગ પહેલાં ટહેલવું અને ફ્રેશ હવા લેવી તેમજ સમાચાર અને ફોનથી દૂર રહેવાથી સારું કંઈ સારું નથી. જીવન મહત્વપૂર્ણ છે. માતા પ્રકૃતિ જેવા બનો અને દરેકને બિનશરતી પ્રેમ કરો.

આ પણ વાંચો: Urvashi Rautela Birthday: ઉર્વશી રૌતેલાએ સેલિબ્રેટ કર્યો 28મો બર્થડે, ચાહકોને આપી આ ખાસ સોગાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.