મુંબઈ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે CBI તપાસ માટે મંજૂરી આપી છે. સાથે જ પટનામાં રિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FRIને સાચી સાબિત કરવામાં આવી છે.
હવે આ કેસની તપાસ CBI કરશે. તે સિવાય મની લોન્ડ્રિંગ કેસને લઇને EDની તપાસ સારું છે અને તે કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે, EDના ફિલ્મ નિર્દેશક રૂમી જાફરીની પૂછપરછ કરવા જઈ રહી છે.
ડાયરેક્ટર રૂમી જાફરી ટૂંક સમયમાં સુશાંત સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે.
સમચાર અનુસાર લોકડાઉન બાદ રૂમી જાફરી ટૂંક સમયમાં સુશાંત સાથે ફિલ્મ માટે કામકરવા જાઇ રહ્યા હતા.
ED પહેલા મુંબઈ પોલીસ પણ રૂમી જાફરીને સવાલ જવાબ કરી ચૂકી છે.
મુંબઈ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં રૂમીએ જણાવ્યું સુશાંત સાથે અમે એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા. તેને ઓફર પણ આપવામાં આવી હતી અને લોકડાઉન બાદ કામ પણ શરૂ કરવા જઈ રહ્યા હતા.