મુંબઇ: એસ.એસ.રાજામૌલીની મેગ્નમ ઓપ્સ 'RRR' ફિલ્મ ની ટીમ તાજેતરમાં નલગોંડાના કેટલાક પ્રાચીન કિલ્લાઓની ટૂર પર ગઇ છે. જ્યાં તેઓ કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગન અભિનેતા પણ સામેલ છે.
નલગોંડાના કેટલાક પ્રાચીન કિલ્લાઓની ટૂર બાદ બાકી રહેલા ફિલ્મનના ભાગોનું શૂટિંગ રાજામૌલી હૈદરાબાદની આજુબાજુ કરવા ઇચ્છે છે. તેથી તેની ટીમ હાલમાં પ્રવાસ કરી રહી છે જે સ્થાન ફિલ્મ બનાવવા માટે વધુ સારૂ હોઇ તેસ્થાન શોધવાનો પ્રયાસ કરી રહી છે.
'કોવિડ -19'ના કારણે, રાજામૌલી હૈદરાબાદ અને તેની આજુબાજુના ભાગોમાં ફિલ્મના બાકીના ભાગોનું શૂટિંગ કરશે. આ માટે, તેમણે નિર્ણય કર્યો છે કે હવે તે પ્રાચીન કિલ્લા નલગોંડા ખાતે મુખ્ય શેડ્યૂલ પૂર્ણ કરશે.
ઓગસ્ટમાં ફરીથી શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટી આર ભાઈઓની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અજય દેવગન રાજામૌલીની મેગ્નમ ઓપ્સ 'RRR' આ ફિલ્મથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ પહેલા બંને સ્ટાર્સ અજય અને શ્રિયા સરન ફિલ્મ 'દ્રશ્યમ' માં સાથે જોવા મળ્યા હતા. રાજામૌલીએ ગયા માર્ચમાં એક પ્રેસ મીટીંગમાં કહ્યું હતું કે RRR 1920 ની પૂર્વ સ્વતંત્ર યુગની એક કાલ્પનિક કહાની હશે અને તે બે વાસ્તવિક નાયકો અને પ્રખ્યાત ક્રાંતિકારીઓ અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમાના જીવનના થોડા વર્ષો પર આધારિત હશે.
જુનિયર એનટીઆર કોમારામ ભીમના રૂપમાં જોવા મળશે અને રામ ચરણ અલુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સમુથરિકાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. "RRR" દુનિયા ભરમાં 8 જાન્યુઆરી 2021ના રોજ ભારતની 10 ભાષામાં રિલીઝ થશે.