મુંબઇ: અભિનેતા રોહિત રોય સુપરસ્ટાર રજનીકાંત પર કરેલી મજાકને લઇ ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે. જેમાં તેણે લખ્યું હતું કે, રજનીકાંતનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નકારાત્મક કોમેન્ટોને જોઈને તેમણે પ્રતિક્રિયા આપી કે, 'શાંત રહો, ચિડચિડીયા ન થાઓ.'
આ પહેલા રોહિતે તેના ટ્વિટર હેન્ડલ પર મજાક કરતા એક પોસ્ટ કરી હતી. 'રજનીકાંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે હવે કોરેન્ટાઇનમાં છે.’
તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ચાલો કોરોનાની છુટ્ટી કરી દઈએ, જ્યારે તમે પાછા કામ પર જાઓ ત્યારે સલામત રહો, માસ્ક પહેરો અને દિવસમાં ઘણી વખત તેને ધોઈ નાખો અને શક્ય તેટલું સેનેટાઇઝથી હાથ સાફ કરતા રહો. જેથી વાઇરસની અસર લોકોને ન થાય.’
જો કે, મેગાસ્ટારના ચાહકોને આ મજાક સારી ના લાગી અને તેઓએ રોહિત પર કટાક્ષ કર્યો, પરિણામે સોશિયલ મીડિયા પર રોહિતને ટ્રોલ કરતી પોસ્ટ્સ જોવા મળી.
અભિનેતાએ ત્યારબાદ જવાબમાં લખ્યું, "શાંત રહો, એટલા ચિડચિડિયા ન થાઓ, ખાલી એક મજાક જ કર્યુ છે અને માફ કરશો મને નથી લાગતું કે તે ખરાબ છે, તે રજનીકાંતનો પુરાનો જોક જ છે અને મારો ઇરાદો લોકોને ખુશ કરવાનો હતો.’