મુંબઇ: છેલ્લા કેટલાક દિવસોથી રિયા ચક્રવર્તી અને અન્ય 6 લોકો વિરુદ્ધ સુશાંતના પિતા દ્વારા નોંધાયેલી FIR ને પગલે રિયા તરત જ ગાયબ થઇ ગઇ હતી. હવે વિગતો સામે આવી રહી છે કે રિયાએ તેના પરિવાર સાથે રાતોરાત ગાડીમાં બેસી મુંબઇ છોડી દીધું છે.
રિયાની બિલ્ડિંગના સુપરવાઈઝરે જણાવ્યું હતું કે અભિનેત્રી તેના માતાપિતા અને ભાઇ સાથે ત્રણ દિવસ પહેલા જ અડધી રાત્રે ક્યાંક જતી રહી છે.
"તેઓ એક વાદળી રંગની કારમાં સૂટકેસ અને ત્રણ ચાર લાંબી બેગ ચડાવી અને ક્યાંક નીકળી ગયા."
પોલીસને સુશાંત 14 જૂને તેના મુંબઇના બાંદ્રાસ્થિત ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અભિનેતાએ આત્મહત્યા કરી છે.