1970માં 'મેરા નામ જોકર' ફિલ્મથી અભિનેતા તરીકે ઋષિ કપૂરે બોલીવુડમાં એન્ટ્રી મારી હતી. આ પહેલા તેમણે 1955માં 'શ્રી 420' ફિલ્મના એક સોન્ગમાં નાનકડો રોલ કર્યો હતો. આમ બાળપણથી જ બોલીવુડમાં ડંકો વગાડનાર ઋષિ કપૂરે છેક 2018 સુધી કેટલીક હિટ અને ફ્લોપ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ 'રાજમા ચાવલ' ફિલ્મમાં જોવા મળ્યા હતાં. પરંતુ છેલ્લા એક વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતાં. ન્યુયોર્કમાં પોતાની દીકરી રિદ્ધિ સાથે રહી સારવાર કરાવી રહ્યા હતા. તેમણે આ જીવલેણ બિમારીને પણ હરાવી છે અને હવે પોતાનો 67મો જન્મદિવસ ઉજવવા માટે ભારત આવવાનો પ્લાન બનાવ્યો છે. ઓગસ્ટના અંત સુધીમાં તેઓ ભારત આવીને 4 સપ્ટેમ્બરે પરિવાર અને મિત્રો સાતે બર્થડે પાર્ટી કરે તેવા સમાચાર પ્રાપ્ત થયાં છે.
કપૂર પરિવાર સાથે જોડાયેલા સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઋષિ કપૂર પોતાનો જન્મ દિવસ ભારતમાં પરિવાર અને મિત્રવર્તુળ સાથે ઉજવવા માંગે છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ પોતાના ચાહકોને અપડેટ આપતા રહે છે. ઋષિ કપૂરે પણ ઓગસ્ટના અંત સુધીમાં ભારત પરત ફરવાની વાતનો સ્વીકાર કર્યો છે. પરંતુ આ માટે ડૉક્ટર્સની સલાહ લીધા પછી નિર્ણય લેવાની વાત કરી છે.