મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અભિનેતા અલી ફેઝલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ત્યારે હવે બન્નેએ લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં માંડવાનું નક્કી કર્યું છે. સંભાવના છે કે, લવ બર્ડ્સ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં લગ્નનાં બંધનમાં બધાઇ જશે. મળતી વિગતો પ્રમાણે બંનેએ મુંબઈની કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે.
હાલમાં ફક્ત રજિસ્ટ્રેશન માટેની તારીખ લેવામાં આવી છે. બંન્ને કલાકારોએ 'ફુકરે'માં સાથે કામ કર્યું છે. તેમજ ચાર વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. આ બન્ને કલાકારોની ડેટિંગના સમાચારો ઘણા સમયથી ખુબજ ચર્ચામાં રહ્યાં છે.