મુંબઇ: અભિનેત્રી રિયા ચક્રવર્તીને પોતાના અંગત જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી અને તેથી જ તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથેના તેના સંબંધોની અફવાઓ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપતી નથી.
અભિનેત્રી કહે છે કે, સુશાંત એક 'પ્રિય મિત્ર' છે અને આનાથી વધારે કઈ કહેવું નથી. કથિત અફેર અંગે વધારે સમાચારોમાં રહેતા તેનું ધ્યાન કામથી હટી ગયું છે, તેવું પૂછતા રિયાએ જણાવ્યું કે, સુશાંત મારો એક પ્રિય મિત્ર છે. તેના પર વધારે કોઇ ટિપ્પણી નહીં.