ETV Bharat / sitara

બંગાળી ફિલ્મના નિર્દેશક બુદ્ધદેબ દાસગુપ્તાનું 77 વર્ષની વયે થયું અવસાન - FILM DIRECTOR

જાણીતા ફિલ્મ નિર્માતા બુદ્ધદેબ દાસગુપ્તાએ આજે ​​77 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. જણાવવામાં આવ્યું છે કે, બુદ્ધદેબ દાસગુપ્તા લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા.

બંગાળી ફિલ્મના નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તાનું 77 વર્ષની વયે થયું અવસાન

author img

By

Published : Jun 10, 2021, 1:24 PM IST

  • ફિલ્મ દિગ્દર્શક બુદ્ધદેબ દાસગુપ્તાનું નિધન
  • ગુરુવારે વહેલી સવારે કોલકાતામાં અવસાન થયું
  • દર અઠવાડિયે બે વાર નિયમિત ડાયાલીસીસ કરાવવો પડતો

કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાણીતા ફિલ્મ દિગ્દર્શક બુદ્ધદેબ દાસગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે.

બંગાળી ફિલ્મના નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તાનું 77 વર્ષની વયે થયું અવસાન
બંગાળી ફિલ્મના નિર્દેશક બુદ્ધદેવ દાસગુપ્તાનું 77 વર્ષની વયે થયું અવસાન

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય ગાયક લોક કલાકાર લાદુરામ નાયકનું કોરોનાથી નિધન

બુદ્ધદેબ દાસગુપ્તાના નિધનથી દુખી છુંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, બુદ્ધદેબ દાસગુપ્તાના નિધનથી દુખી છું. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગના દિલને સ્પર્શી ગયા છે. તે પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. દુખની આ ઘડીમાં મારી સંવેદના તેના પરિવારના સભ્યો અને તેમના ચાહકો સાથે છે.

ગુરુવારે વહેલી સવારે કોલકાતામાં અવસાન થયું

બુદ્ધદેબ દાસગુપ્તાનું વય સંબંધિત બિમારીઓના કારણે ગુરુવારે વહેલી સવારે કોલકાતામાં અવસાન થયું હતું. તે 77 વર્ષના હતા.

બુદ્ધદેબ દાસગુપ્તા કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા

નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમને દર અઠવાડિયે બે વાર નિયમિત ડાયાલીસીસ કરાવવો પડતો હતો.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીના નાનપણના કોચ સુરેશ બત્રાનું નિધન

બુદ્ધદેબ દાસગુપ્તા એક વર્ષથી કરતા વધુ સમયથી અસ્વસ્થ હતા

તેમના પરિવારના સભ્યો અનુસાર, બુદ્ધદેબ દાસગુપ્તા એક વર્ષથી વધુ સમયથી અસ્વસ્થ હતા અને લાંબા સમયથી ડાયાલીસીસ કરાવી રહ્યા હતા. ગુરુવારે પણ તેમનું ડાયાલિસિસ થવાનું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.