ETV Bharat / sitara

Bollywood News: ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો અભિનેત્રી રવિના ટંડનનો પ્રાણીપ્રેમ - રવિના ટંડન ફોટો

બૉલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ રવિનાએ સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરતો ફોટો અને વીડિયો શેર કર્યા હતા, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. ત્યારે રવિનાએ ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેનો પ્રાણીપ્રેમ દેખાઈ આવે છે. આ ફોટોમાં રવિના બિલાડી, ઘુવડ, વાંદરા જેવા પ્રાણી સાથે મળી રહી છે.

રવિના ટંડન
રવિના ટંડન
author img

By

Published : Jul 8, 2021, 7:37 PM IST

  • બિલાડી, ઘુવડ અને વાંદરા સાથે જોવા મળી રવિના
  • રવિનાના નિવાસસ્થાન નિલાયામાં જોવા મળ્યા પ્રાણીઓ
  • તમામ ઈજાગ્રસ્ત પ્રાણીઓ સાચા સરનામે આવ્યા

ન્યૂઝ ડેસ્ક(Bollywood News):બૉલિવૂડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)નો પ્રાણીપ્રેમ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે બિલાડી, ઘુવડ અને વાંદરા જેવા પ્રાણી સાથે મળી રહી છે. જો કે, આ તમામ પ્રાણી ઈજાગ્રસ્ત હતા, એટલે રવિનાએ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, આ તમામ ઈજાગ્રસ્ત પ્રાણીઓ સાચા સરનામે આવ્યા છે. અહીં તેમની સારવાર કરીને તેમને છોડી દેવામાં આવશે.

આ પણ વાંચો: અક્ષય ખન્ના અને રવિના ટંડન પ્રથમવાર એકસાથે વેબ સિરીઝમાં દેખાશે

રવિનાએ અગાઉ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરતા વીડિયોઝ કર્યા હતા શેર

આ અગાઉ રવિના ટંડને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરતા પોતાના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે લોકોને ખૂબ જ ગમ્યા હતા. ત્યારે હવે ફરી એક વાર રવિનાનો આ નવો અંદાજ જોઈને તેના ફેન્સમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. રવિનાના નિવાસસ્થાન નિલાયામાં આ તમામ પ્રાણીઓ આવ્યા હતા. અહીં આ તમામ ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર કરીને તેમને સુરક્ષિત સ્થળે મુકી દેવામાં આવશે. તો રવિનાના ફેન્સ આ ફોટોઝ પર કમેન્ટ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.