મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન અને રાની મુખર્જીએ શનિવારે તેમની યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
કોરોના વાઈરસના કારણે તમામ પ્રકારની પ્રોડક્શન પ્રવૃત્તિ બંધ રાખવામાં આવી હતી. તે પહેલાં ફિલ્મ 'બંટી ઔર બબલી 2'નું શૂટિંગ લગભગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. હવે ફિલ્મના ગીતના શૂટિંગ સાથે સમગ્ર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરની એક પોસ્ટમાં, પ્રોડક્શન હાઉસે કહ્યું છે કે ટીમે "ફન સોંગ" શૂટિંગ માટે સલામતી માર્ગદર્શિકાનું પાલન કર્યું છે.
પ્રોડક્શન હાઉસે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં સૈફ અલી ખાન, રાની મુર્ખજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરીએ મુંબઈના યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.
ફિલ્મ 'બંટી ઔર બબલી 2'માં સૈફ અલી ખાન અને રાની મુર્ખજી 11 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.