ETV Bharat / sitara

રણદીપ હુડા 'રાધે'માં બનશે વિલન, શુક્રવારથી શુટિંગ થશે શરૂ - રાધે

મુંબઈઃ સલમાન ખાનની આવનારી ફિલ્મ 'રાધે'માં ખલનાયક રણદીપ હુડા હશે. કીક અને સુલતાન બાદ રણદીપ હુડા અને સલમાન ખાન ફરી એક વખત સાથે જોવા મળશે.

randeep hooda upcoming film
author img

By

Published : Nov 1, 2019, 7:23 AM IST

ફિલ્મ 'રાધે'માં રણદીપ વિલનના રોલમાં જોવા મળવાનો છે. તેને રોલ પસંદ આવ્યો છે, અને તેને આ રોલ માટે હા પણ કહીં દીધી છે. પહેલીવાર તેઓ ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. સલમાન અને રણદીપનું બોન્ડિંગ સારૂ છે, અને આ પહેલા બંન્ને સાથે કામ કરી ચુક્યા છે. ચાલુ વર્ષે જ ફિલ્મનું શુટિંગ શરૂ કરવામાં આવશે. જેને પ્રભુદેવા ડિરેક્ટ કરશે.

ફિલ્મના મુહુર્ત શોટ સલમાન સાથે લુનાવાડામાં શુક્રવારે લેવામાં આવશે. સલમાને થોડા સમય અગાઉ જાહેરાત કરી હતી કે ફિલ્મ રાધેને 2020ની ઈદ પર રિલીઝ કરશે.
રાધેને સોહેલ ખાન, રીલ લાઈફ પ્રોડ્ક્શન પ્રાઈવેટ લિમિટેડ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરશે.

રણદીપ અને સલમાન અગાઉ 'કિક' અને 'સુલતાન'માં સાથે કામ કરી ચૂક્યા છે. 'રાધે'માં બંને ફરી કામ કરશે જ્યારે સલમાનનો પ્રભુદેવા સાથે આ ત્રીજો પ્રોજેક્ટ છે. આ પહેલા પ્રભુદેવા સલમાનની 'વોન્ટેડ' અને આગામી ફિલ્મ 'દબંગ 3'ને ડિરેક્ટ કરી ચુક્યા છે.

'ભારત'ની સહ અભિનેત્રી દિશા પટ્ટની પણ 'રાધે'માં જોવા મળશે, પરંતું તેની કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. રણદીપ હુડા ડિરેક્ટર ઈમ્તિયાજ અલીની ફિલ્મમાં જોવા મળશે, જેમાં કાર્તિક આર્યન અને સારા અલી ખાન પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.