આ લોગો વીડિયોમાં આકાશમાંથી એક શસ્ત્ર આવતું દેખાય છે. આ સાથે જ બ્રેકગ્રાઉન્ડમાં રણબીર કપૂર અને અમિતાભ બચ્ચનની અવાજ સાંભળ્યો રહ્યો છે. રણબીર કહી રહ્યો છે કે, ‘સર એવું કોઈ શસ્ત્ર છે જે ટુકડાઓમાં છે, પરંતુ તેને જોડી દેવામાં આવે તો ગોળ બની જાય અને જેના પર એક નિશાન પણ છે.’
આ પ્રશ્નના જવાબમાં અમિતાભ કહે છે કે, ‘આપણા ગુરુ, આપણા ઇતિહાસની શાન, જેમણે સમગ્ર બ્રહ્માંડની શક્તિ ભરેલી છે. બઘા શસ્ત્રોના દેવતા બ્રહ્માસ્ત્ર છે.’ આ સાથે આગળના વીડિયોમાં જોઈને તમે જાણ છો કે, ફિલ્મમાં રણબીરનું નામ શિવા હશે અને તેનું બ્રહ્માસ્ત્ર સાથે ખાસ સંબંધ હશે.
કરણ જોહરની આ ફિલ્મ સુપરહીરો જૉનરની ફિલ્મ કેટગરીની હશે અને એક ટ્રાયોલોજીનો ભાગ હશે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રહ્માસ્ત્ર હવે દર બે વર્ષે બનાવવામાં આવશે અને તેના માટે કરણની ટીમના સાથે પહેલાથી જ તૈયારી કરી લીધી છે. બ્રહ્માસ્ત્રની કહાની માત્ર સુપરહીરોની નથી, પરંતુ જેમા ભારતીય પૌરાણિક કથાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. જેનો અંદાજ આ લોગો વીડિયો જોઈને લગાવી શકો છો.
આ ફિલ્મને અયાન મુખર્જી નિર્દેશિત કરી રહ્યો છે. ફિલ્મમાં રણબીર, આલીયા અને અમિતાભ બચ્ચન ઉપરાંત નાગાર્જુન અને મૌની રૉય પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષની ક્રિસમસ પર રીલિઝ થશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">