જયપુર: રાજસ્થાનમાં આગામી તહેવારોના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગ (The Kashmir Files Screening In Rajsthan) માટે આજે મંગળવારથી 21 એપ્રિલ સુધી રાજસ્થાનના કોટામાં સીઆરપીસીની કલમ 144 લાદવામાં આવી (Rajsthan Kota section 144 impliment) છે. કોટા કલેક્ટર રાજકુમાર સિંહ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "જિલ્લામાં 22 માર્ચે સવારે 6 વાગ્યાથી 21 એપ્રિલના રોજ બપોરના 12 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે".
જાણો પરિપત્રમાં કઇ વાતનો ઉલ્લેખ છે: સોમવારે જારી કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ છે કે, આ સમયગાળા દરમિયાન સભા, વિરોધ પ્રદર્શન અને રોડ માર્ચ પર પ્રતિબંધ રહેશે. આ આદેશ સરકારી કાર્યક્રમો, કોવિડ રસીકરણ વગેરેને લાગુ પડશે નહીં. આદેશમાં એ પણ ઉલ્લેખ છે કે, સોશિયલ મીડિયા દ્વારા બિનજરૂરી, અવ્યવસ્થિત તથ્યો પોસ્ટ કરવા અને પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનો ઉલ્લંઘન કરનારાઓ સામે IPCની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
વિવેક અગ્નિહોત્રીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીને કહ્યું.... આ દરમિયાન, 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને ટેગ કરીને ટ્વીટ કર્યું કે, "રાઈટ ઓફ જસ્ટિસના હેશટેગ પર બનેલી ફિલ્મને કારણે જો રાજ્યમાં લોકશાહીનું નુકસાન થાય છે, તો આપણે ન્યાય વિશે વિચારવુ જોઇએ?"
અશોક ગેહલોતને વિવેકે કહ્યું... વિવેક અગ્નિહોત્રીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ટેગ કરીને કહ્યું કે, "પ્રિય અશોક ગેહલોત જી, આતંકવાદીઓની એકમાત્ર શક્તિ એ છે કે તેઓ લોકોમાં ભય પેદા કરે છે અને આપણે ડરીએ પણ છીએ".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દર્શકોને કહ્યું.... વિવેક અગ્નિહોત્રીનો આગામી સંદેશ પ્રેક્ષકો માટે હતો, જેમાં લખ્યું હતું કે, પ્રિય 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શકો, તમારા માટે ન્યાય કરવાનો સમય આવી ગયો છે.