રાજકુમાર રાવે આ વિશે જણાવ્યુ કે, આ અભિયાનનો ભાગ બનવું એ મારા માટે સન્માનજનક વાત છે. તેની શરુઆત વડાપ્રધાન મોદીએ કરી છે. મને લાગે છે કે, દરેક વ્યક્તિ માટે દીવાળી ખુશીનો તહેવાર હોવો જોઈએ. મને આશા છે કે, દરેક આ પહેલને આપનાવશે અને જરુરીયાત મંદોની મદદ કરશે.
આ ઝુંબેશના એક વીડિયોમાં રાગિની ખન્ના અને આનંદ દેસાઈ સહિત ટેલીવિઝનના કલાકારો દ્વારા આ બાળકોને ગિફ્ટ આપતા નજરે પડ્યા છે. જેનો ઉદ્દેશ્ય લોકોને આ નેક કામ માટે પ્રોત્સાહિત કરવાનો છે.જેથી ખુશિયોના આ તહેવારમાં આ બાળકોને લોકો કપડા, મીઠાઈ, અને ગિફ્ટસ આપે.