મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 75 દિવસથી વધુનો સમય વીતી ગયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) આ કેસમાં તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન રિયાના માતા-પિતાને સમન્સ મોકલવાની વાત સામે આવી છે.
આ પહેલા મંગળવારે હોટલના વેપારી ગૌરવ આર્યની પૂછપરછ કરવામાં આવી હતી. સુશાંતના મૃત્યુથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગૌરવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસમાં નિવેદન આપ્યું હતું. EDએ સોમવારે દક્ષિણ મુંબઈની બલાર્ડ એસ્ટેટમાં તેમની ઓફિસમાં 8 કલાકથી વધુ સમય સુધી તેની પૂછપરછ કરી હતી.
એક અધિકારીએ કહ્યું હતું કે, અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેને 2017 માં મોબાઇલ પર કેટલાક સંદેશા મોકલાવ્યા છે, જે ડ્રગના દુરૂપયોગના સંકેતો દર્શાવે છે. તે પછી ઇડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગોવામાં બે હોટલો ચલાવતા આર્યાએ જણાવ્યું કે, તેમણે ક્યારેય ડ્રગ્સનો લેવડદેવડ કર્યો નથી અને લગભગ ત્રણ વર્ષ પહેલા તેણે છેલ્લી વાર રિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તે ક્યારેય પણ સુશાંતને મળ્યો નથી.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેના ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. અભિનેતાના પિતાએ હત્યાની આશંકા દર્શાવી પટણામાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે રિયા ચક્રવરિતી અને તેના પરિવાર પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.