ETV Bharat / sitara

Punjab Election 2022: ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદને આપ્યો આદેશ

author img

By

Published : Feb 26, 2022, 7:00 AM IST

આજે રવિવારે પંજાબમાં વિધાનસભાની (Punjab Election 2022) 117 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) સોનુ સૂદને ઘરે રહેવાનો આદેશ આપ્યો છે. જાણો કારણ..

Punjab Election 2022: ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદને આપ્યો આદેશ
Punjab Election 2022: ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદને આપ્યો આદેશ

ન્યૂઝ ડેસ્ક: પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં (Punjab Election 2022) રવિવારે રાજ્યની તમામ 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચ (Election Commission) સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જેથી કોઈ ભૂલના ચાન્સ ના રહે, ત્યારે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના મતદાન વચ્ચે અભિનેતા સોનુ સૂદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી નિરીક્ષકે સોનુ સુદની કાર જપ્ત કરી તેને ઘરમાં રહેવાના આદેશ કર્યાં છે.

ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદ રોક્યો

ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદને લાંડેકે ગામ જતા રસ્તામાં રોકી અને તેની કાર જપ્ત કરી લીધી છે, જ્યારે અભિનેતાને ચૂંટણી દરમિયાન ઘરે જ રહેવાની સૂચના આપવામાં આવી છે. અહીં ચૂંટણી નિરીક્ષકની આ કાર્યવાહીથી કોંગ્રેસના ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ

જાણો સમગ્ર મામલા વિશે

અકાળી દળના પોલિંગ એજન્ટે સોનુ સૂદ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે અભિનેતા મતદાન દરમિયાન મતદારોને પ્રભાવિત કરી રહ્યો હતો. આ સ્થિતિમાં ચૂંટણી પંચની એક ટીમે સોનુ સૂદની કારની પાછળ જઈને તેમને રોક્યા હતા. આ બાબતે કાર્યવાહી માટે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી. સોનુ સૂદની કારને જપ્ત કરીને પોલીસ સ્ટેશન વનમાં પાર્ક કરાઇ છે. અભિનેતાએ બચાવમાં કહ્યું છે કે, તેના પરના લગાવેલા તમામ આરોપો ખોટા છે. અભિનેતા એમ પણ કહે છે કે, તેણે કોઈપણ પ્રકારે મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો નથી. ઉપરાંત તે તેના સમર્થકોની સમીક્ષા કરી રહ્યો છે. જણાવી દઈએ કે, સોનુ સૂદની બહેન માલવિકા પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉભી છે અને ઘણા દિવસોથી અભિનેતા બહેન માટે પ્રચાર કરી રહ્યો છે.

ડેપ્યુટી કમિશનર હરીશ નાયરે આપ્યું નિવેદન

ડેપ્યુટી કમિશનર હરીશ નાયરનું નિવેદન છે કે, જો આરોપો સાચા પૂરવાર થશે તો અભિનેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એવી બાતમી મળી છે કે, રવિવાર સવારથી જ સોનુ સૂદ તેની બહેન માલવિકા સૂદ સાથે દરેક બૂથ પર મતદારોને મળી રહ્યા હતા. સાથે જ જણાવીએ કે, માલવિકા મોગા સીટથી ચૂંટણી લડી રહી છે અને આ સીટ પર તે સીધો BJP ઉમેદવાર હરજોત કમલ સામે લડી રહી છે.

આ પણ વાંચો: કમાલ આર ખાન અને અભિષેક બચ્ચન વચ્ચે ટ્વિટર યુધ્ધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.