મુંબઇ: પ્રિયંકા ચોપડાએ મંગળવારે જાહેરાત કરી કે, તે આગામી વર્ચ્યુઅલ બેનિફિટ કોન્સર્ટનો ભાગ બનશે. 'વન વર્લ્ડ: ટુગેડર એટ હોમ' નામનો આ પ્રોગ્રામ હેલ્થકેર અને ફ્રન્ટ લાઇન કોમ્યુનિટી વર્કર્સના સન્માનમાં કરવામાં આવશે.
ગ્લોબલ સિટિઝન સાથેની ભાગીદારીમાં, પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 18 એપ્રિલે આ વિશેષ ઘટના વિશે માહિતી આપી હતી.
પ્રિયંકાએ તેની પોસ્ટમાં કહ્યું હતું કે, WHO કોવિડ -19 સોલિડેરિટી ફંડને ફાયદો પહોંચાડવાની આ ઘટના પ્રથમ વૈશ્વિક ઘટના છે. તેમણે એમ પણ કહ્યું કે, આ બેનિફિટ કોન્સર્ટ એ આરોગ્ય સંભાળ અને ફ્રન્ટ લાઇન કોમ્યુનિટી વર્કર્સને તેમના ઘરેથી આરોગ્યલક્ષી સેવા આપવા માટેનો એક પ્રયાસ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વર્ચુઅલ કોન્સર્ટનું પ્રખ્યાત હાસ્ય કલાકાર ઇન્ટરનેશનલ લેટ નાઈટ શોના હોસ્ટ જીમ્મી ફાલન, જિમ્મી કિમલ અને સ્ટીફન કોલબર્ટ કરશે.
આ શૉ 18 એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યે (પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઇમ) એબીસી, એનબીસી, સીબીએસ, બીબીસી અને વિશ્વના અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરશે.
નોંધનીય છે કે, આ અગાઉ ગાયક એલ્ટન જ્હોન પણ કોરોના વાઈરસ રોગચાળા વચ્ચે રાહત પહોંચાડવાના ઉદ્દેશથી સ્ટાર-સ્ટડેડ 'આઇહાર્ટ લિવિંગ રૂમ કોન્સર્ટ ફોર અમેરિકા' ની હોસ્ટ કરી ચૂક્યો છે.