મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ તેના પતિ જીન ગુડનફૂ અને ડોગી બ્રુનો સાથે હૉમ ક્વોરેન્ટાઇનની આડઅસર વિશે એક વીડિઓ શેર કર્યો છે.
પ્રીતિએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે અલગ-અલગ અવાજ કાઢતી જોવા મળી શકે છે, જ્યારે તેના પતિ અને બ્રુનો માથું હલાવતા જોવા મળે છે.
- View this post on Instagram
My partner in crime❤️ #nationalpetday #bruno #dutchshepherd #dutchie #ting
">
પ્રીતિએ આ પોસ્ટ સાથે લખ્યું હતું કે, "હૉમ ક્વોરેન્ટાઈનની આડઅસર….મને આશા છે કે આ બધું પસાર થયા પછી પણ આપણે સમજદાર રહીશું અને આશા રાખીએ કે જો તમે ઘરે ચિંતિત આ તમારા ચહેરા પર સ્મિત લાવશે. "
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પ્રીતિ ઘણીવાર બ્રુનો સાથે તેના વર્કઆઉટના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.
લોરી એન્જલસમાં પ્રીતિએ ફેબ્રુઆરી 2016માં જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે 2018ની ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ પ્રોજેક્ટ સાથે તેણે સાત વર્ષ પછી ફિલ્મોમાં પુનરાગમન કર્યુ હતુ, જેમાં સની દેઓલ, અમિષા પટેલ, અરશદ વારસી અને શ્રેયસ તલપડે જેવા કલાકારો પણ હતા.