ETV Bharat / sitara

10 જુલાઈએ પ્રભાસની આગામી ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થશે - પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ

બાહુબલી ફેમ પ્રભાસના ચાહકો માટે ખુશખબરી છે. પ્રભાસની આવનારી ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટર 10 જુલાઈએ રિલીઝ થશે જેની માહિતી પ્રભાસે તેના સોશિયલ મીડિયા પર આપી હતી.

10 જુલાઈએ પ્રભાસની આગામી ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થશે

author img

By

Published : Jul 8, 2020, 9:29 PM IST

મુંબઇ: અભિનેતા પ્રભાસ અને પૂજા હેગડેની આવનારી ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટરની આગામી 10મી જુલાઇ એ જાહેરાત કરવામાં આવશે. પ્રભાસે તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગે તસ્વીર શેર કરી હતી જેમાં 'પ્રભાસ 20' લખેલું છે. જેના પરથી એવી અટકળો વહેતી થઇ છે કે ફિલ્મનું શીર્ષક 'પ્રભાસ 20' છે.

આ ફિલ્મ રાધાકૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મમાં ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, કુણાલ રોય કપૂર, પ્રિયદર્શી, જેવા કલાકારો જોવા મળશે.

પૂજા હેગડેએ પણ તેના સોશીયલ મીડિયા પર આ તસ્વીર શેર કરી હતી.

પ્રભાસ છેલ્લે ફિલ્મ 'સાહો'માં દેખાયો હતો જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તોતિંગ બજેટમાં બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.