મહાનગરીય અદાલતે મંગળવારે અભિનેત્રી પાયલ રોહતગીના જામીન મંજૂર કર્યા છે. તેની 24 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે, તેણે સોશિયલ મીડિયા પર નેહરું વિરૂદ્ધ આપત્તિજનક કમેન્ટ પોસ્ટ કરી હતી. જો કે, હવે તેને આ કેસમાંથી રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે, પાયલ વિરૂદ્ધ પોલીસેને 10 ઓક્ટોબર 2019ના રોજ ફરિયાદ મળી હતી. જેમાં કોંગ્રેસ કાર્યકર્તા ચર્મેશ શર્માએ પાયલ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતાં કે, અભિનેત્રીએ ફેસબૂક અને ટ્વીટરના માઘ્યમથી નેહરું અને તેના પરિવાર વિરૂદ્ધ વિવાદાસ્પદ વીડિયો બનાવી પોસ્ટ કરી હતી. જેના પગલે પોલીસે IPC કલમ 504,505 (2) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વરીષ્ઠ વકીલના જણાવ્યાનુસાર, "જો અભિનેત્રી વિરૂદ્ધ ગુનો સાબિત થશે તો તેને બે વર્ષની કેદ થવાની શક્યતા છે. આ એક બિનજામીન પાત્ર ગુનો છે. જેમાં પોલીસ દ્વારા જામીન મળી શકતા નથી."