ETV Bharat / sitara

પવન કલ્યાણની પાર્ટી જનસેનાના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં, અભિનેતા થયા ક્વૉરન્ટીન - જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ

સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણની પાર્ટીના કેટલાક કાર્યકરો અને સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં અભિનેતાએ સાવધાની સાથે પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.

પવન કલ્યાણની પાર્ટી જનસેનાના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં, અભિનેતા થયા ક્વૉરન્ટીન

author img

By

Published : Apr 12, 2021, 7:25 AM IST

  • જનસેના પાર્ટીના કાર્યકરો અને સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત
  • અભિનેતાએ કોરોના સામે સાવધાની સાથે ક્વૉરન્ટીન થયા
  • બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયાં હતા

હૈદરાબાદ (તેલંગાણા): કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશભરમાં ફરી એકવાર પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે. એક તરફ લોકોએ રસી લગાવવાનું શરૂ કરી દીધું છે, તો બીજી તરફ કોરોનાના કેસોએ ફરી એકવાર ગતિ પકડી છે. આ જોતાં લોકો ફરી એકવાર કોરોના પ્રત્યે સભાન બન્યા છે. મનોરંજન ઉદ્યોગ પણ કોરાનાની આ ભયાનક લહેરની અસર જોવા મળી રહી છે. સાઉથના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણની પાર્ટીના કેટલાક કાર્યકરો અને સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત થયાં છે. આવી સ્થિતિમાં અભિનેતાએ સાવધાની સાથે પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ

અભિનેતાએ ક્વૉરન્ટીન થવાનો નિર્ણય લીધો

ડૉકટરોની સલાહ બાદ પવન કલ્યાણે પોતાને ક્વૉરન્ટીન થવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, પવન કલ્યાણના નજીકના ઘણા કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે.

એડવોકેટ સાહેબ ઘણા પૈસા કમાઇ રહ્યા છે

અભિનેતાની તાજેતરમાં રિલીઝ થઈ છે અને તે બોક્સ ઑફિસ પર કમાણી કરી રહી છે. તે જ સમયે, તેમની પાર્ટી જનસેના વિશે વાત કરીએ તો તેઓ ટેલિકોફરન્સ દ્વારા તેમના પક્ષ અને નેતાઓ સાથે જોડાયેલા છે અને બાય પોલ ચૂંટણીમાં ભાજપને ટેકો આપી રહ્યા છે.

આ પણ વાંચો: અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ કોરોનાથી ઝપેટમાં

દેશમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રની સૌથી ખરાબ હાલતમાં છે. બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયાં છે. તેમાં વિકી કૌશલ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, અક્ષય કુમાર, આદિત્ય નારાયણ અને ગોવિંદા સહિત ઘણા સ્ટાર્સ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.