બોલીવુડ અભિનેતા જૉન અબ્રાહમની આગામી ફિલ્મ 'પાગલપંતી'નું બીજુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઘણા બધાં સ્ટાર જોવા મળશે. ફિલ્મના પહેલા ટ્રેલરને દર્શકોએ ખૂબ જ વખાણ્યું. હવે નવા ટ્રેલરમાં જૉન અબ્રાહમ, અરશદ વારસી અને પુલકિટ સમ્રાટની કૉમેડી જોવા મળી રહી છે.
ફિલ્મમાં અરશદ, જૉન અને પુલકિતે જોરદાર કૉમેડી કરી છે. બીજી તરફ અનિલ કપૂર અને સૌરભ શુક્લાએ પણ ફિલ્મમાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં 'જ્યાદા દિમાગ ના લગાના' ડાયલોક વારંવાર બોલવામાં આવી રહ્યો છે. જેનું સીધુ જોડાણ ફિલ્મમાં કામ કરી રહેલી ત્રિપુટી સાથે છે.
આ ફિલ્મમાં જૉન અબ્રાહમ, અરસદ વારસી અને પુલકિત સમ્રાટને એવા વ્યક્તિ તરીકે દર્શાવ્યા છે કે જેઓ દિમાગ ઓછુ અને મોંનો વધુ ઉપયોગ કરે છે. ફિલ્મમાં અભિનેત્રીઓ પણ એક્શન દ્રશ્યો કરતી નજરે પડશે.
જૉન અબ્રાહમની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો ગંભીર ભૂમિરા અદા કર્યા બાદ તેમણે લાઈટ કૉમેડી ડ્રામાની પસંદગી કરી છે. કેટલાક સમય પહેલા જ અક્ષય કુમારની કૉમેડી ફિલ્મ 'હાઉસફુલ-4' રિલીઝ થઈ હતી, જેણે દર્શકોએ ખૂબ પસંદ કરી. હવે આ કૉમેડીથી ભરપૂર ફિલ્મમાં દર્શકોનો શું રિવ્યુ રહેશે તે જોવું રહ્યું. ફિલ્મ 22 નવેમ્બરે રજૂ થશે.