- આ વર્ષે 93મો ઓસ્કર એવોર્ડ સમારોહ 25 એપ્રિલે યોજાશે
- પ્રિયંકા ચોપરા અને નિક જોનસે નોમિનેશન્સની કરી જાહેરાત
- કોરોના મહામારીના કારણે આ વખતે ઓસ્કર સમારોહ એપ્રિલમાં યોજાશે
આ પણ વાંચોઃ વ્હાઈટ ટાઈગર' ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ
હૈદરાબાદઃ દર વર્ષે ઓસ્કર એવોર્ડનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં થતું હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ઓસ્કર સેરેમની એપ્રિલમાં યોજાશે. ઓસ્કર 2021ના નોમિનેશન્સની જાહેરાત થઈ ચૂકી છે. 93મા ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેશન્સની જાહેરાત પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસે કરી હતી.
આ પણ વાંચોઃ મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુને ઓસ્કાર અવોર્ડ માટે નામાંકિત કરાઈ
દરેક કલાકાર ઓસ્કર જીતવા ઈચ્છુક હોય છે
ઓસ્કર એવોર્ડ ખૂબ જ પ્રખ્યાત એવોર્ડ માનવામાં આવે છે. દરેક કલાકાર એવો અભિનય કરવા માગે છે, જેનાથી તેઓ ઓસ્કર માટે નોમિનેટ થઈ શકે. આ વખતે નોમિનેશન્સની યાદીમાં સપોર્ટિંગ એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ, એડોપ્ટેડ સ્ક્રિનપ્લે, ઓરિજિનલ સ્ક્રિનપ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન, એનિમેટેડ શોર્ટ ફિલ્મ અને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ સામેલ છે.