- સલમાન ખાનની આગામી ફિલ્મમાં જોવા મળશે રામ સિરકા
- ફિલ્મ 'રાધે'થી સોનેરી પડદે કરશે પર્દાર્પણ
- અગાઉ 3 હિન્દી ફિલ્મોમાં મળી હતી કામ કરવાની તક
રાયરંગપુર: "જો મારું મન તે કલ્પના કરી શકે, તો મારું હૃદય તે માની શકે - તો હું તેને પ્રાપ્ત કરી શકું છું," મોહમ્મદ અલીના શબ્દો રામ સિરકાના જીવનમાં સારી રીતે ગુંજી ઉઠે છે.
સલમાન ખાન સાથે કરશે અભિનય
ઓડિશાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા મયુરભંજ જિલ્લામાં બિજાતલા બ્લોક હેઠળના ખાંટા ગામના ‘કોલ્હા’ સમુદાય સાથે સંકળાયેલા સિરકાએ ‘ભાઈજાન’ સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરી છે. માર્શલ આર્ટના નિષ્ણાંતે આગામી ફિલ્મ 'રાધે' માં અભિનય કર્યો છે, જેનું નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યા છે.
મલયાલમ ફિલ્મોમાં પણ કર્યો અભિનય
સિને દુનિયામાં તેમની યાત્રા સંઘર્ષ અને અવરોધોથી ભરેલી હતી. સિરકાની માર્શલ આર્ટમાં નિપુણતાને કારણે બોલિવૂડમાં તેની એન્ટ્રી થઈ હતી. 2016 પછી તેણે ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો. તેમને 'શોર્ટ ફિલ્મ', 'મર્દ કો દર્દ નહીં હોતા' અને 'દબંગ' સહિત ત્રણ હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી હતી. આ સાથે તેણે 'શિવાસ રીડેમ્પશન', 'ધ કુંગ ફુ માસ્ટર' અને 'એક્શન હિરો બિજુ' જેવી મલયાલમ ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો પરાક્રમ બતાવ્યો હતો.