ETV Bharat / sitara

ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામતને લિવર સિરોસિસ બીમારીને કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા - નિર્દેશક નિશીકાંત કામત હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

'દ્રશ્યમ', 'મદારી' અને 'મુંબઈ મેરી જાન' સહિત અનેક ફિલ્મોના નિર્દેશક નિશીકાંત કામત છેલ્લા 10 દિવસથી હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની તબિયત ખૂબ ગંભીર હોવાનું જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે છેલ્લા કેટલાક સમયથી લીવર સિરોસિસથી પીડિત છે.

ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામતને લિવર સિરોસિસ બીમારીને કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા

author img

By

Published : Aug 12, 2020, 5:05 PM IST

હૈદરાબાદ: ફિલ્મ નિર્દેશક નિશીકાંત કામત લિવર સિરોસિસ નામની બીમારીથી પીડિત છે. આ રોગને લીધે તે છેલ્લા 10 દિવસથી હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવાયુ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને લાંબા સમયથી લીવર સિરોસિસની સમસ્યા હતી, જે ફરી એકવાર વધી ગઈ છે. જેને કારણે નિશીકાંતને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેઓ આઈસીયુમાં ક્રિટિકલ કન્ડિશનમાં છે.

નિશીકાંતે દિગ્દર્શક તરીકેની ફિલ્મી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ 'ડોમ્બિવલી ફાસ્ટ' થી કરી હતી. આ સિવાય તેમણે રિતેશ દેશમુખ અને રાધિકા આપ્ટે સાથે હિટ ફિલ્મ 'લય ભારી' અને 'ફૂગે' નું દિગ્દર્શન કર્યું હતું. મરાઠી ફિલ્મ 'સતાચ્ય આત ઘરી' લખેન ઉપરાંત આ ફિલ્મમાં તેણે અભિનય પણ કર્યો છે.

વર્ષ 2008 માં તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને 2006 માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પર આધારીત ફિલ્મ 'મુંબઈ મેરી જાન' બનાવી હતી.

ત્યારબાદ તેણે અજય દેવગન અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ', ઇરફાન ખાનની 'મદારી' અને જ્હોન અબ્રાહમ 'ફોર્સ' અને 'રોકી હેન્ડસમ' જેવી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.

નિર્દેશન સિવાય નિશીકાંતે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'ભાવેશ જોશી' ફિલ્મમાં કામ કર્યું હતું. આ સિવાય તે જોન અબ્રાહમ સ્ટારર 'રોકી હેન્ડસમ'માં નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તેમની પાસે 'દરબદર' નામની એક ફિલ્મ છે, જે 2022 માં રિલીઝ થવાની સંભાવના છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.