સૂરજ પંચોલીની આગામી ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે. સુરજે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેયર કરીને તેની જાણકારી આપી હતી. જેમાં તે આર્મી પ્રિન્ટ પેન્ટ અને કાળા રંગના ટી-શર્ટમાં જોવા મળે છે.
અભિનેતાએ આ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે, "ભારતના આ સૈનિકોની સફર મારા માટે યાદગાર રહી. હું હવે સેટલાઈટ શંકરની રિલીઝ થવા માટે રાહ પણ જોઈ શકતો નથી. તમે બધા પણ 15 નવેમ્બરે સિનેમા ઘરોની મુલાકાત લઈને આ સફરનો આનંદ લેજો. "