ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એક આંતરરાષ્ટ્રીય પર્સનાલિટી છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે અમેરિકામાં સ્થિર છે, પરંતુ પ્રિયંકા દેશ-વિદેશના તેના ચાહકોને ક્યારેય ભૂલી નથી. પ્રિયંકાએ વિદેશમાં હોવા છતાં સોશિયલ મીડિયાના (priyanka Chhopara Instagram Account) માધ્યમથી ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
મહાશિવરાત્રીના પાવન અવસર
આ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ઘરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. આ દરમિયાન તેણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પ્રિયંકાએ પૂજામાં પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો.
પ્રિયંકા ચોપરાએ કહ્યું...
આ પૂજાની તસવીરો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, "બધાને મહાશિવરાત્રીની શુભકામનાઓ, હર હર મહાદેવ. તમને જણાવી દઈએ કે, આ અવસર પર નિક-પ્રિયંકાની દીકરી જોવા ન મળી હતી. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ દીકરીની નર્સરીની કેટલીક તસવીરો શેર કરી હતી. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સાયન્સ-ફિક્શન ફિલ્મ 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સમાં' જોવા મળી હતી. ઉપરાંત, અભિનેત્રી સિટાડેલનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે.
આ પણ વાંચો: Russsia Ukarin War: પૂર્વ મિસ યૂક્રેનનો જોવા મળ્યો જોશ, ઉતરી મેદાનમાં