ETV Bharat / sitara

ગાડીમાં પણ નેહા કક્કડથી ડાન્સ કર્યા વિના રહેવાયું નહીં, જાણો કયા ગીત પર ઝૂમી રહી છે નેહા.. - bollywood singer neha kakkad

નેહા કક્કડનો (Singer Neha Kakkar) એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભાઈ ટોની કક્કડના (Tony Kakkar) ગીત 'નંબર લિખ' પર નટખટ અંદાજમાં ડાન્સમૂવ (Neha Kakkar Dance) કરતી જોવા મળે છે.

નેહા કક્કડ
નેહા કક્કડ
author img

By

Published : Jun 19, 2021, 8:31 PM IST

  • બોલીવૂડ સિંગર નેહા કક્કડનો નવો વીડિયો આવ્યો
  • પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર શેર કર્યો
  • ભાઈના ગીતને પ્રમોટ કરવા નટખટ અંદાજમાં પેશ કર્યો વીડિયો

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): નેહા કક્કડ બોલીવૂડની ટોપમોસ્ટ ગાયિકા (Bollywood Singer) છે, જેના ગાયેલાં ગીતો સુપરહિટ થઈ જાય છે. નેહા કક્કડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એકમાત્ર એવી ગાયિકા છે કે જેના પ્રશંસકોની સંખ્યા સૌથી વધુ છે. તમને આશ્ચર્ય થઈ શકે કે, ઇન્સ્ટાગ્રામ (Instagaram) પર તેના 58 લાખ ફોલોઅર્સ છે. પોતાના આટલાબધાં ચાહકોનું મનોરંજન કરવાનું નેહા કેવી રીતે ભૂલી શકે? એટલે નેહા લગભગ દરરોજ કેટલીક પોસ્ટ શેર કરવાનું ચૂકતી નથી, જેનાથી લોકોનું મનોરંજન કરી શકાય. હવે નેહાનો એક લેટેસ્ટ વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં નેહા પોતાના ભાઈ ટોની કક્કડના (Tony Kakkar) ગીત 'નંબર લિખ' (Number likh) પર ખૂબ જ નટખટ એક્સપ્રેશન્સ આપીને ગાડીમાં બેઠાંબેઠાં પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અભિનેત્રી મોની રોયએ શેર કરી ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીર

આ કારણે બાળકો પસંદ કરે છે ટોનીના ગીતો...

નેહા કક્કડે (Neha Kakkar) આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જે વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નેહા તેની કારમાં બેઠી છે અને ટોની કક્કડના તાજેતરના રિલીઝ થયેલાં ગીત પર સુંદર એક્સપ્રેશન્સ આપીને ડાન્સ કરી રહી છે. નેહાના આ વીડિયોને તેના ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો છે અને તેના પર સરસ કોમેન્ટ્સ આપીને નેહા માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. વીડિયો શેર કરતાં નેહાએ લખ્યું, 'તેથી જ નાના બાળકો તમને અને તમારા ગીતોને પ્રેમ કરે છે, ભાઈ ... કેમ કે તમારા ગીતો સાંભળીને તેમને નાચવાની ઇચ્છા થાય છે. અમને તમારા ગીતો સાંભળીને આનંદ થાય છે..જુગજુગ જિયો '

આ પણ વાંચો: રૅપ સોન્ગ પર કથક નૃત્ય જોયું છે તમે? જૂઓ અદાની અદાકારી....

આ વીડિઓને મળી છે 6 લાખ લાઈક

આવો વીડિયો જોઇને યુઝર્સ કઇ રીતે કોમેન્ટ કર્યાં વિના રહી શકે? નેહાના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે, 'અરે ભાઈનું પ્રમોશન'. તો અન્ય એક યુઝરે લખ્યું છે, 'આ ગીત હતું ... મને લાગ્યું કે કોઇ ડાયલોગ બોલાઇ રહ્યો છે'. આમ નેહાને તેના ભાઈ ટોની કક્કડના ગીતના વીડિયો પર ખાટાંમીઠાં રીએક્શન જોવા મળી રહ્યાં છે. જણાવી દઈએ કે, તેના વીડિયોને 6 લાખથી વધુની લાઈક્સ મળી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.