- નેહા કક્કરે રોહનપ્રીત સાથે કરી સગાઈ
- સિંગરે સગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો શેર
- કેપ્શનમાં લખ્યું રોહનનું ખુબ જ પ્રેમ કરું છું
મુંબઈઃ બૉલિવુડની ફેમસ સિંગર નેહા કક્કર હાલ ખુબ જ ચર્ચામાં છે. હંમેશા પોતાના ગીતોને લઈ લાઈમલાઈટમાં રહેતી નેહા આ દિવસોમાં રાઈજિંગ સ્ટાર ફેમ રોહનપ્રીત સિંહ સાથેના રિલેશન અને લગ્નનને લઈ છવાયેલી છે.
નેહાએ સગાઈનો વીડિયો કર્યો શેર
તાજેતરમાં જ નેહાએ પોતાની સગાઈનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં નેહા પિન્ક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે રોહનપ્રીતે પણ મેચિંગ શેરવાની પહેરી છે. આ બંને કપલ ખુબ જ સરસ લાગી રહ્યાં હતાં. વીડિયોમાં નેહા અને રોહનપ્રીત એક બીજાનો હાથ પકડી ઢોલ પર ડાન્સ કરતા પણ જોવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયો કેપ્શનમાં લખ્યું આવું
વીડિયો શેર કરતાં નેહાએ લખ્યું છે કે, "નેહુ ના લગ્નનો વીડિયો કાલે રિલીઝ થશે, ત્યાં સુધી મારા ફેન્સ માટે આ એક નાનુ ગિફ્ટ. આ અમારી સગાઈ સેરેમનીની એક ક્લિપ છે. હું રોહનપ્રીત અને તેના પરિવારને ખુબ જ પ્રેમ કરું છું. " આ સાથે જ નેહાએ આ ઈવેન્ટ બદલ પોતાના માતા પિતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
રોહનપ્રીતે નેહાની પોસ્ટ પર કરી કમેન્ટ
નેહાની આ પોસ્ટ પર રોહનપ્રીતે કમેન્ટ કરતાં લખ્યું છે કે, "બાબુ હું પણ તને ખુબ જ પ્રેમ કરુ છું. સૌથી સારો દિવસ અને સૌથી સારી ક્ષણ, શુક્ર મેરે રબ કા. "
સોશિયલ મીડિયામાં રોહનપ્રીત અને નેહાની સગાઈનો આ વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.