મુંબઇઃ બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂરે એક્ટર સાથેનો ફોટો શેર કર્યો હતો. તેમણે પોતાના પતિને યાદ કર્યા હતા. આ સાથે જ હોસ્પિટલના સ્ટાફ, તે ડૉકટરોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેઓ ઋષિ કપૂરની સારવાર કરી રહ્યા હતા.
નીતૂ કપૂરે ઋષિ કપૂરનો ફોટો શેર કરતા લખ્યું કે, એક પરિવાર તરીકે અમે ખૂબ જ દુઃખમાં છીએ. જ્યારે અમે એક સાથે બેસીએ છીએ ત્યારે અમે ડૉકટર્સનો આભાર માનવાનું મહેસુસ કરીએ છીએ. HN રિલાયન્સ હોસ્પિટલના ડૉકટર્સ ભાઇ અને નર્સ, જેમણે ડૉકટર તરંગ જ્ઞાનચંદાનીએ હેડ કર્યા, જ્યારે તે મારા પતિની સારવાર કરી રહ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નીતૂ કપૂરે આગળ લખ્યું કે, તે અમને અમારા નજીકના લોકોની જેમ જ સલાહ આપતા હતા. તેમણે કરેલા પ્રયાસો માટે દિલથી આભાર કરવા ઇચ્છું છું.
આ પહેલા નીતૂ કપૂરે ઋષિ કપૂરને વધુ એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, કહાનીનો અંત થઇ ગયો છે.
મહત્વનું છે કે, ઋષિ કપૂર બે વર્ષથી લ્યૂકેમિયા સામે જંગ લડી રહ્યા હતા, પરંતુ 30 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.