ETV Bharat / sitara

આલિયા સિદ્દીકીએ પતિ નવાઝૂદ્દીન પર લગાવ્યો લગ્નેતર સંબંધનો આરોપ, કહ્યું- 'ડિલીવરી વખતે પણ મારી સાથે નહોતો' - બોલીવૂડ અભિનેતા નવાઝૂદ્દીન

બોલિવૂડ અભિનેતા નવાઝૂદ્દીન સિદ્દીકી આજકાલ તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે છૂટાછેડાના વિવાદને લઇને ચર્ચામાં છે. આલિયાએ નવાઝૂદ્દીને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું કે, મારી ડિલીવરી સમયે સાથે નહોતો. નવાઝના લગ્ન પહેલાં અને પછી ઘણી છોકરીઓ સાથે અફેર હતાં.

નવાઝુદ્દીનની પત્ની
નવાઝુદ્દીનની પત્ની
author img

By

Published : Jul 15, 2020, 9:50 AM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા નવાઝૂદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ અભિનેતા પર ગંભીર આરોપ લગાંવ્યા છે. તે જ્યારે નવાઝને ડેટ કરી રહી હતી, ત્યારે તેના ઘણી છોકરીઓ સાથે અફેર હતા, ત્યાં સુધી તો ઠીક પરંતુ લગ્ન બાદ પણ ઘણી છોકરીઓ સાથે અફેર ચાલુ જ રહ્યાં હતાં.

આલિયાએ કહ્યું કે, હું નવાઝને 2003થી ઓળખું છું. અમે લિવ ઇનમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. તેમનો ભાઇ શમ્સ પણ અમારી સાથે રહેતો હતો. અમે એક ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. ધીરે ધીરે અમે બંન્ને પ્રેમમાં પડી ગયા અને અમારા લગ્ન થઇ ગયા. સમસ્યા શરૂઆતથી જ હતી, પરંતુ મને એમ હતું કે, હું રોકી લઇશ. હાલ 15-16 વર્ષ પછી પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે.

આલિયાએ વધુમાં જણાવ્યું કે, મને યાદ છે, જ્યારે અમારા લગ્ન થવાના હતા. નવાઝ કોઇ અન્ય સાથે રિલેશનમાં હતા. જેને લઇને અમારા બહુ ઝધડા થયાં હતા. જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી. ત્યારે મારે ચેકઅપ માટે જાતે કાર ડ્રાઇવ કરીને જવું પડતું હતું. મારા ડોક્ટરે મને કહ્યું હતું કે, હું પાગલ છું અને હું પહેલી એવી મહિલા છું, જે એકલા ડિલીવરી માટે આવી છું. હું લેબર પેનમાં હતી, ત્યારે પણ મારો પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. હું બધું જાણતી હતી. કારણ કે, મારી પાસે ફોન બિલના સ્ટેટમેંટ્સ આવતા હતા.

આલિયાએ કહ્યું કે, નવાઝના ભાઇ શમ્સએ મને ફોનના બિલ આપ્યા હતા. તેમજ નવાઝના સ્વભાવ વિશે જણાવ્યું હતું. હું નવાઝ સાથે 6 વર્ષ રહી, પરંતુ તેનામાં કોઇ બદલાવ આવ્યો નહીં. ડિલીવરી બાદ જ્યારે હું ઘરે આવી ત્યારે ખબર પડી કે, મારી ગેરહાજરીમાં તે છોકરીઓ મારી ઘરે રહેતી હતી. મને નવાઝના બધાં રિલેશન વિશે શમ્સએ જણાવ્યું હતું.

આલિયાએ એ પણ ખુલાસો કર્યો કે, નવાઝના ભાઇએ પણ મારા પર હાથ ઉઠાવ્યો હતો. નવાઝના બે ત્રણ ભાઇ-બહેન છે. જે સંપૂર્ણ પાગલ છે. તેમના પરિવારમાં મહિલાઓની કોઇ ઇજ્જત નથી. ઉલ્લેખનીય છે કે, નવાઝને નોટીસ મોકલીને આલિયાએ તલાકની માંગ કરી છે. બન્નેના લગ્ન 10 વર્ષ પહેલાં થયાં હતા. તેમનાં બે બાળકો પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.