હૈદરાબાદ: ગયા વર્ષે અભિનેતા નાગા ચૈતન્યથી છૂટાછેડા (Samantha Chaitanya Divorce) લીધા બાદ તમિલ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાનું જીવન જીવી રહી છે. બન્નેના છૂટાછેડા વિશે ચર્ચાઓ ત્યારે થવા લાગી જ્યારે સાંમથાએ તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પરથી તેના નામમાંથી અક્કીનેની અટક હટાવી દીધી હતી. નાગાર્જુન એક આ વાત સંબધિત એક મોટો ખુલાસો કર્યો છે.
નાગાર્જુને નાગા-સમંથાના છૂટાછેડા પર કર્યો મોટો ખુલાસો
નાગા-સમંથાએ 6 ઓક્ટોબર 2017ના રોજ શાહી લગ્ન કર્યા હતા. હવે એક્ટર નાગાર્જુને નાગા-સમંથાના છૂટાછેડા પર એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, છૂટાછેડાની શરૂઆત કોણે કરી હતી. 'ઈન્ડિયાગ્લિટ્ઝ'ને આપેલા ઈન્ટરવ્યુમાં નાગાર્જુને કહ્યું, 'સમંથા જ છૂટાછેડા ઈચ્છતી હતી અને તેનો પુત્ર આ નિર્ણય માટે સંમત થયો હતો. આ સાથે તેઓ કહે છે કે, નાગા ચૈતન્યએ સાંમથાના નિર્ણયનો સ્વીકારી તો લીધો, પરંતુ તે મારા વિશે ખૂબ જ ચિંતિત હતો કે હું શું વિચારીશ અને પરિવારના સન્માનનું શું થશે.
આ પણ વાંચો: બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી મલાઇકા અરોરાએ કરાવ્યું અદ્ભુત ફોટોશુટ, જૂઓ તેની દમદાર તસવીરો
2021 પછી તેના લગ્ન જીવનમાં સમસ્યા ઉદભવી હશે: નાગાર્જુન
તે બન્નેના લગ્ને ચાર વર્ષ થઇ ગયા હતા. આ દરમિયાન તેણે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો ન હતો એટલે જ્યારે તેણે આ વિશે સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયો હતો અને'નાગા ચૈતન્યએ મને સાંત્વના આપી હતી. કારણ કે તેને લાગતુ હતું કે હું ચિંતિત થઈશ. આગળ વાત કરતા કહે છે કે, તેઓ લગ્ન જીવનમાં ચાર વર્ષથી સાથે છે, પરંતુ તેમની વચ્ચે આવી કોઈ સમસ્યા સર્જાય ન હતી. મને ખબર નથી કે આટલી બધી વાત કઇ રીતે આગળ વધી ગઇ. બન્નેએ સાથે મળીને 2021ના નવા વર્ષની ઉજવણી પણ કરી હતી. એવું લાગે છે કે તે પછી સમસ્યાઓ ઊભી થઈ હશે.
નાગાર્જુને આ વાત પર ખુબ દુઃખ થયું હતુ
પૂર્વ કપલે સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી, ત્યારે નાગાર્જુને તેના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેને ઉદાસી સાથે કહેવું પડે છે, કે સેમ અને ચાઇ (ચૈતન્ય) વચ્ચે જે પણ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, પત્ની અને પતિ વચ્ચે જે થાય છે તે ખૂબ જ વ્યક્તિગત છે. સેમ અને ચાઈ બન્નેને ખુબ પ્રેમ કરું છું, મારો પરિવાર સેમ સાથે વિતાવેલી ક્ષણોને હંમેશા સંજાકોર રાખશે અને તે હંમેશા અમારી પ્રિય રહેશે, ભગવાન બન્ને આશીર્વાદ આપે.