મુંબઈઃ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 'ગલી બોય'માં મુખ્ય પાત્રને આપવામાં આવ્યો છે. આ પાત્ર રણવીર સિંહ દ્વારા ભજવવામાં આવ્યું છે. સોમવારે આ ટ્રોફી સાથે દિપિકાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં દિપિકા ટ્રોફી હાથમાં પકડીને સુતી છે. પોતાની મનમોહક સ્મિત સાથે દિપિકા ખૂબ જ સુંદર લાગે છે. રણવીરે આ ફોટોનો કેપ્શનમાં લખ્યું કે, 'જબ મેરી લિટલ લેડી, મેરી બ્લેક લેડી સે મીલી'. આ સાથે તેમણે દિલની ઈમોજી પણ મુકી હતી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મફેરની ટ્રોફીને બ્લેક લેડી કહેવામાં આવે છે. ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જ્યારે બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સહિત 13 એવોર્ડ મળ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રણવીર અને દિપિકા તાજેતરમાં જ વેકેશનમાં જઈને આવ્યા છે. જોકે, તેમને બંનેનો સાથે હોય તેવો વેકેશનનો કોઈ ફોટો શેર કર્યા નથી.
રણવીર અને દિપિકા ટૂંક સમયમાં કબીર ખાનની ફિલ્મ '83' માં સાથે જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્લ્ડ કપ જીતવા પર આધારિત છે. તેમાં રણવીર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ સાથે જ દિપિકા તેની પત્ની રોમી ભાટિયાના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ 10 એપ્રિલ, 2020ના રોજ રીલિઝ થવાની છે.