ETV Bharat / sitara

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી થયા કોરોના સંક્રમિત - બપ્પી લહેરી હોસ્પિટલમાં દાખલ

સંગીતકાર બપ્પી લહેરી કોરોનાથી સંક્રમિત થયા છે. આથી, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પી લહેરીની પુત્રી અને ગાયિકા રીમા લહેરી બંસલે આ માહિતી આપી હતી.

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરી થયા કોરોના સંક્રમિત

author img

By

Published : Apr 1, 2021, 1:07 PM IST

Updated : Apr 1, 2021, 1:43 PM IST

  • બપ્પી લહેરીના કોરોના સંક્રમણ અંગે તેમની પુત્રીએ માહિતી આપી
  • બપ્પી લહેરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
  • બપ્પી લહેરીએ કોવિડ-19ની રસી લગાવવાં નોંધણી કરાવી હતી

મુંબઇ: સુપ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી કોરોના વાયરસથી ભરડામાં આવી ગયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી તેમની પુત્રી અને ગાયિકા રીમા લહેરી બંસલે આપી હતી. આ સાથે, સાવચેતી પગલાના ભાગરૂપે 68 વર્ષીય ગાયકને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

રીમા લહેરી બંસલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બપ્પીદાએ ઘણી સાવચેતી લીધી હતી. પરંતુ, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને થોડા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. તેમની ઉંમરને ધ્યાનમાં લેતા, તેમને સાવચેતીના ભાગે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં, તેઓ ડૉ. ઉદ્દવાડિયાની દેખરેખ હેઠળ છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર કિરણ કુમાર કોરોના પોઝિટિવ

કોરોનાની રસી માટે નોંધણી કરાવી હતી

વધુમાં તેમણે કહ્યું કે, 'તે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પાછા આવશે. આપ સૌની પ્રાર્થનાઓ માટે તમારો આભાર. બપ્પી લહેરીએ 17 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેણે કોવિડ-19ની રસી લગાવવાં નોંધણી કરાવી છે. બુધવારે મુંબઇમાં કોવિડ-19 ના 5,399 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ, શહેરમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,14,773 થઈ ગઈ છે.

અન્ય સેલિબ્રીટી પણ થયા હતા સંક્રમિત

વેક્સિનના બે ડોઝ બાદ પરેશ રાવલ પોઝિટિવ

બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા હતા. પરેશ રાવલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ભાજપ નેતા અને પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે કોરોના વેક્સિનના 2 ડોઝ પણ લીધા હતા. છતાં પણ, તે કોરોના પોઝિટિવ આવતા વેક્સિન પર અનેક સવાલો ઉઠ્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 3254 નવા કેસ, 149 લોકોના મોત

તેંડુલકરે ટ્વિટ કરી આપી માહિતી

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સચિને ટ્વિટર દ્વારા તેમના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી આપતા કહ્યું હતું કે, "મે કોવિડનું પરીક્ષણ કરાવ્યું છે અને હું કોવિડની વિરુદ્ધ તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો હતો, પરંતુ આજે મારો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને ખૂબ જ હળવા કોરોના લક્ષણો છે. મારા ઘરના બધા લોકો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે."

Last Updated : Apr 1, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.