મુંબઈ: જાતીય સતામણીના આરોપસર મુંબઈ પોલીસે બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય સામે બીજી FIR દાખલ છે. વરિષ્ઠ બેકગ્રાઉન્ડ ડાન્સરની જાતીય સતામણી કરવાનો આરોપ ગણેશ પર છે.
મંગળવારે રાષ્ટ્રીય મહિલા આયોગના મોકલવામાં આવેલા પત્રમાં એ વાત સામે આવી છે કે, ગણેશ આચાર્યએ 1990માં મહિલા સાથે જાતીય સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ મહિલા કોઈક રીતે પોતાને બચાવવામાં સફળ રહી હતી. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને ગણેશ આચાર્ય વિરૂદ્ધ FIR અંગે ખબર પડી ત્યારે તેમને સમજાયું કે, તેમણે પણ પોતાની આપવીતી જણાવવી જોઈએ. મહિલાએ એ પણ ખુલાસો કર્યો કે, તે એક અન્ય વ્યક્તિને જાણતી હતી, જેની સાથે ગણેશે કંઈક આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.
-
Mumbai Police has booked choreographer and director Ganesh Acharya on charges of sexually harassing a woman choreographer. (File pic) pic.twitter.com/DbfudWjhTg
— ANI (@ANI) February 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mumbai Police has booked choreographer and director Ganesh Acharya on charges of sexually harassing a woman choreographer. (File pic) pic.twitter.com/DbfudWjhTg
— ANI (@ANI) February 5, 2020Mumbai Police has booked choreographer and director Ganesh Acharya on charges of sexually harassing a woman choreographer. (File pic) pic.twitter.com/DbfudWjhTg
— ANI (@ANI) February 5, 2020
ગણેશ વિરૂદ્ધ પહેલી ફરિયાદ 33 વર્ષીય સાથી કોરિયોગ્રાફર દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમના પર એડલ્ટ વીડિયો બતાવવા અને કામ કરવા નહીં દેવાની આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલા કોરિયોગ્રાફરે 28 જાન્યુઆરીએ મુંબઈના આંબલી પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્ર મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. પહેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ગણેશ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશનમાં પોતાનો હોદ્દો વાપરીને ફરિયાદીની પજવણી કરે છે.
-
Mumbai:33yr-old woman choreographer,has filed complaint against Ganesh Acharya, GenSecyIndian Film&Television Choreographers Assoc at state's Women's Commission&Amboli PS accusing him of depriving her of work in film industry,demanding commission&forcing her to watch adult videos pic.twitter.com/Z8jYzgVyQh
— ANI (@ANI) January 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mumbai:33yr-old woman choreographer,has filed complaint against Ganesh Acharya, GenSecyIndian Film&Television Choreographers Assoc at state's Women's Commission&Amboli PS accusing him of depriving her of work in film industry,demanding commission&forcing her to watch adult videos pic.twitter.com/Z8jYzgVyQh
— ANI (@ANI) January 28, 2020Mumbai:33yr-old woman choreographer,has filed complaint against Ganesh Acharya, GenSecyIndian Film&Television Choreographers Assoc at state's Women's Commission&Amboli PS accusing him of depriving her of work in film industry,demanding commission&forcing her to watch adult videos pic.twitter.com/Z8jYzgVyQh
— ANI (@ANI) January 28, 2020
જો કે, થોડા દિવસો અગાઉ ગણેશ આચાર્યએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા અને આ સમગ્ર ઘટનાને વરિષ્ઠ કોરિયોગ્રાફર સરોજ ખાન અને તેના લોકોનું ષડયંત્ર ગણાવ્યું હતું.