- મુંબઈ હાઈકોર્ટે રાજકુંદ્રાની અરજી ફગાવી
- રેયાન યોર્પની ધરપકડને વ્યાજબી કહી
- શર્લિનની 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બેઝનેસ મેન રાજ કુંદ્રાની જામીન અરજી નકારી કાઢી છે. કોર્ટે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના ધરપકડના નિર્ણયને પડકાર આપતી અરજીને નકારીને રાજ કુંદ્રા અને તેમની કંપનીના આઈટી પ્રમુખ રેયાન થોર્પની ધરપકડને વ્યાજબી કહી હતી.
અરજી નામંજૂર
રાજ કુંદ્રાના વકિલે કોર્ટમાં રાજની ધરપકડને ખોટી કહેતા એક અરજી દાખલ કરી હતી. તે સમયે વકિલે કહ્યું હતું કે રાજ કુંદ્રાની ધરપકડ પહેલા તેમને કોઈ નોટીસ આપવામાં નહોતી આવી, જેના કારણે રાજ કુંદ્રાના વકિલે ધરપકડ વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. એડલ્ટ ફિલ્મ બનાવવાના ગુનામાં રાજ કુંદ્રીની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં રાજ કુંદ્રાના નજીકના 9 લોકોની પણ અટકાયત કરી હતી.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
શર્લિનની 8 કલાક પૂછપરછ
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ વિભાગે આ કેસમાં ગયા શુક્રવારે મોડલ શર્લિન ચોપડાથી લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સ્વંતત્ર દિવસની તૈયારીઓ શરૂ