ETV Bharat / sitara

ફુલોથી સજેલી એમ્બુલેન્સમાં ઋષિ કપૂરનો પાર્થિવદેહ... - બૉલીવુડ ન્યૂઝ મુંબઈ

લ્યુકેમિયા બિમારી સામે લડી આખરે ઋષિ કપૂરે મુંબઈમાં હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના પાર્થિવ દેહને ફુલોથી સજાવેલી એમ્બ્યુલેન્સમાં સ્મશાન પર લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ વિધિમાં પરિવારજનો સહિત અમુક સ્ટાર્સ પણ હાજર રહ્યાં હતાં.

ETv Bharat
Rishi kapoor
author img

By

Published : Apr 30, 2020, 9:48 PM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેતા ઋષિ કપૂરે મુંબઈના હોસ્પટિલમાંં આજે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ચંદનવાડી સ્મશાન લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમ વિધિમાં અનેક સ્ટાર્સ અને પરિવારજનો હાજર રહ્યાં હતાં.

ફુલોથી સજાવેલી એમ્બ્યુલેન્સમાં અનુષ્ઠાન માટે કપુરના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. મહાનાયક ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં તેમના સગા સંબંધીઓ, ભાઈ રણધીર કપૂર, આલિયા ભટ્ટ અને અનેક બૉલિવુડ સ્ટાર્સ સ્મશાન પહોંચ્યા હતાં.

અભિનેતાની ભત્રીજી અને બૉલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન પણ પતી સૈફ અલી ખાન સાથે અંતિંમ સંસ્કારમાં હાજર રહી હતી. પુત્ર રણબીર કપૂરની ક્લોઝ દોસ્ત આલિયા ભટ્ટ પણ આ અંતિમ વિધિમાં પહોંચી હતી. અંતિમ વિધિમાં આલિયા ભટ્ટ ખુબ જ ભાવુક થઈ ગઈ હતી અને આંખમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં.

નોંધનીય છે કે ઋષિ કપૂરને બુધવારે મુંબઈની સર એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમણે લ્યુકેમિયા બિમારી સામે લડી રહ્યાં હતાં. બ઼ૉલિવૂડના તાકાતવર યોદ્ધાએ આખરે આજે દુનિયાને અલવિદા કહી દીધું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.