ETV Bharat / sitara

Moonmoon Dutta arrested: મુનમુન દત્તાની કરાઇ ધરપકડ, જાણો કારણ..

લોકપ્રિય સીરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં (Serial star Mehta ka ulta chasma) બબીતાજીનો રોલ અદા કરતી મુનમુન દત્તાની ધરપકડ (Moonmoon Dutta arrested) કરવામાં આવી હતી. તેની વિરુઘ્ધ SC-ST એક્ટ ( SC-ST Act) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જાણો સમગ્ર મામલા વિશે..

Moonmoon Dutta arrested: મુનમુન દત્તાની કરાઇ ધરપકડ, જાણો કારણ..
Moonmoon Dutta arrested: મુનમુન દત્તાની કરાઇ ધરપકડ, જાણો કારણ..
author img

By

Published : Feb 8, 2022, 2:16 PM IST

ન્યૂઝ ડેસ્ક: લોકપ્રિય સીરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં (Serial star Mehta ka ulta chasma) બબીતાજીના પાત્રથી ફેમસ મુનમુન દત્તા હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશમાં પહોંચી હતી અને DSP વિનોદ શંકર સમક્ષ હાજર થઇ હતી. મુનમુન દત્તા વિરુઘ્ધ SC-ST એક્ટ ( SC-ST Act) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તેની ધરપકડ (Moonmoon Dutta arrested) કરી હતી. સતત ચાર કલાક સુધી તેની પુછ-પરછ કરી અને ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.

આ પણ વાંચો: Pravin kumar Sobti Passed Away: ''મહાભારત'માં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમારે 74 વર્ષની વયે દુનિયાને કહ્યું 'અલવિદા'

જાણો સમગ્ર મામલા વિશે

મુનમુન દત્તા વિરુઘ્ધ SC-ST એક્ટ હેઠળ 13 મે 2021ના રોજ SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મુનમુન વિરુધ્ધ દલિત સમાજ પર કોમેન્ટ કરવા બદલ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પછી આ કેસ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court Cases) અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 22 સપ્ટેમ્બર 2021ના રોજ આ અરજીને ફગાવી દીધી હતી.

મુનમુને માંગી હતી માફી

મુનમુને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક એક વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો હતો. આ પછી હાંસીમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ વીડિયો પર થયેલા હંગામાં બાદ મુનમુને માફી પણ માંગી હતી. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ શેર કરી અને કહ્યું હતું કે, તે આ શબ્દોનો અજાણમાં બોલી ગઇ છે. તે આ શબ્દથી વાકેફ નથી.

આ પણ વાંચો: Akshay kumar Tiger shroff Movie: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં મચાવશે ધમાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.