ETV Bharat / sitara

અલાહબાદ હાઈકોર્ટે મિર્ઝાપુર વેબ સિરિના નિર્માતાઓને આપી રાહત - ઋતેશ સિધવાની

અલાહબાદ હાઈકોર્ટે એમેઝોન પ્રાઈમ વીડિયોની મિર્ઝાપુર વેબ સિરિઝનાં પ્રોડ્યુસર, અભિનેતા ફરહાન અખ્તર અને ઋતેશ સિધવાની વિરુદ્ધ નોંધાયેલી FIR હેઠળ આગળની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Mirzapur
Mirzapur
author img

By

Published : Jan 30, 2021, 12:09 PM IST

  • મિર્ઝાપુર એક કાલ્પનિક સિરિઝ
  • ડિસ્ક્લેમરમાં કરાયો છે સ્પષ્ટ ઉલ્લેખ
  • આગામી સુનાવણી સુધી કાર્યવાહી પર પ્રતિબંધ

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): અલાહબાદ હાઈકોર્ટે એમેઝોન પ્રાઈમ વીડિયોની મિર્ઝાપુર વેબ સીરીઝનાં પ્રોડ્યુસર, અભિનેતા ફરહાન અખ્તર અને ઋતેશ સિધવાની વિરુદ્ધ નોંધાયેલી FIR હેઠળ સતામણીની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે નોટિસ જાહેર કરીને રાજ્ય સરકાર અને ફરિયાદ નોંધાવનાર પાસે ત્રણ અઠવાડિયામાં અરજીનો જવાબ માંગ્યો છે. કોર્ટે માર્ચ 2021નાં પહેલા અઠવાડિયામાં અરજીની રજૂઆત કરવાનો આદેશ આપતાં કહ્યું છે કે, આગામી સુનાવણી અથવા પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં ન આવે ત્યાર સુધી આગલની કાર્યવાહી પર પ્રતિબંધ યથાવત રહેશે.

વિરોધકર્તાઓ પાસે માંગવામાં આવ્યો જવાબ

આ આદેશ જજ M.K. ગુપ્તા અને જજ સુભાષ ચંદ્ર દ્વારા અપાયો છે. અરજીમાં વેબ સિરિઝને ધાર્મિક, સામાજીક અને ક્ષત્રિય ભાવનાઓને દુ:ખ પહોંચાડનારી, ધર્મો વચ્ચે અશાંતિ ફેલાવનારી અને અવૈધ સંબધોને પ્રોત્સાહન આપનારી કહીને વધુ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જ્યારે પ્રોડ્યુસરનું કહેવું હતું કે, આ એક કાલ્પનિક સિરિઝ છે. તેના ડિસ્ક્લેમરમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કોર્ટને આ મુદ્દો મહત્વનો લાગી રહ્યો છે માટે વિરોધકર્તાઓ પાસે તેનો જવાબ માંગવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.