મુંબઇ: અભિનેત્રી અને હોસ્ટ મિની માથુરે ટીવી રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ના હોસ્ટિંગના દિવસો યાદ કર્યા હતા. તેને રવિવારે ઈન્સ્ટાગ્રામ પર તેમની જૂની યાદોનો ઉલ્લેખ કરતી એક પોસ્ટ મૂકી હતી.
મિનીએ શોના સેટ પરથી ઘણા ફોટા શેર કરતાં લખ્યું કે, 'ઈન્ડિયન આઈડલ' ભારતનો પહેલો સિગિંગ રિયાલિટી શો રહ્યો છે. કોઈને વિચાર નહોતો કે લોકો આ શો ખૂબ પસંદ કરશે અને શો આટલી મોટી સફળ મળશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મીનીએ આ શોની 6ઠી સિઝન હોસ્ટ કરી હતી. આ દિવસોને યાદ કરતાં સાથી હોસ્ટ હુસેન કુવાજારવાલા અને શોના જજિસ ફરાહ ખાન, સોનુ નિગમ, અલીશા ચિનોય, જાવેદ, અનુ મલિક અને ઉદિત નારાયણનો આભાર માન્યો હતો. ફરાહ ખાને મિનીની આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.
અભિનયની વાત કરીએ તો, મિનીએ તાજેતરમાં વેબ શો 'માઈન્ડ ધ મલ્હોત્રા'માં પોતાના અભિનયથી લોકોને મનોરંજન આપ્યું હતું.