- અભિનેતા, મોડલ મિલિન્દ સોમન 416 કિલોમીટરની દોડ શરૂ કરી
- સ્વતંત્રતા દિવસથી મુંબઈથી દોડ શરૂ કરી હતી
- 22 ઓગસ્ટ સુધી મિલિન્દ સોમન દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
ન્યૂઝ ડેસ્ક : બોલિવુડ અભિનેતા, મોડલ મિલિન્દ સોમન હંમેશા પોતાની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે 55 વર્ષની વયે પણ યુવાનોને હંફાવે તેવી દોડ કરે છે. ત્યારે મિલિન્દ સોમનએ સ્વતંત્રતા દિવસથી રન ફોર યુનિટી અંતર્ગત 416 કિલોમીટર દોડની શરૂઆત કરી છે. તેમણે આ સિરીઝ મુંબઈના શિવાજી પાર્કથી શરૂ કરીને ગુજરાતના કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની રાખી છે. એટલે કે તેઓ દોડીને 22મી ઓગસ્ટ સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે.
મિલિન્દ સોમનએ આ અંગે કહ્યું હતું કે, રન ફોર યુનિટી માટેના ભાઈચારા અને ફિટનેસના કારણે હું ભારતીય નાગરિકો માટે ખુશ છું. હું માનું છું કે, જો તમે તમારા શરીરની સંભાળ રાખશો તો સમગ્ર દેશ ફિટ અને સ્વસ્થ રહેશે. દેશની એકતા પ્રત્યે દરેક નાગરિકો યોગદાન આપે તે તેમની જવાબદારી છે.
મિલિન્દ સોમન અત્યારે દિવસમાં 45થી 60 કિલોમીટર દોડે છે. જોકે, રન ફોર યુનિટીની દોડ દરમિયાન મિલિન્દ સોમન વલસાડના કરમબેલી અને ડુંગરી, સુરતના પલસાણા, ભરૂચના અંકલેશ્વર અને નર્મદા જિલ્લાના પ્રતાપનગરમાં ઉભા રહેશે. મિલિન્દ સોમન સાથે વધુ 100 દોડવીર પ્રતાપનગરથી જોડાશે. આ રન ફોર યુનિટીનો ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
મિલિન્દ સોમનની પત્ની અંકિતા કોનવરે પણ પતિ સાથે લગાવી દોડ
અંકિતા કોનવરે મંગળવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે , ગઈકાલે ચાલુ વરસાદમાં 53 કિલોમીટર અને આજે 51 કિલોમીટર એકદમ ગરમીમાં દોડ્યા અને છતાં અમે ખૂબ આનંદ માણ્યો. મિલિન્દે કુલ 416 કિલોમીટરના અંતરમાંથી 160 કિલોમીટરથી થોડું વધારે આવરી લીધું છે. આ સાથે અંકિતાને પોતાના ફેન્સને મિલિન્દનો ઉત્સાહ વધારવા પણ અનુરોધ કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">