મુંબઈઃ બોલીવુડ સિંગર સોનુ નિગમે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા માફિયા પર સવાલ ઉઠાવતા ચેતવણી આપી હતી કે, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ કોઈને કોઈની આત્મહત્યાની અહેવાલ સામે આવી રહ્યાં છે.
સિંગરનો આ વીડિયો સુશાંતસિંહ રાજપૂતી આત્મહત્યા બાદ સામે આવ્યો છે. જેમાં તે ઈન્ડસ્ટ્રીમાં નવા લોકોના વર્તન પર પણ ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યો છે. સાથે જ મ્યુઝિક કંપનીઓને પણ માણસાઈ દાખવવાની સલાહ આપી રહ્યો છે.
સોનુએ કહ્યું, 'હું આ વીલોગ ખાસ કરીને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી તરફથી વિનંતી કરવા માંગુ છું. કારણ કે, આજે સુશાંતસિંહ રાજપૂતનું મોત થયું છે. કાલે તમે કોઈ સિંગર વિશે પણ આવા જ સમાચાર સાંભળી શકો છો. કારણ કે, આપણા દેશમાં મ્યૂઝિક ઈન્ડિસ્ટ્રીમાં માફિયા વાતાવરણ ઉભુ થયું છે. હું જાણું છું કે, બિઝનેસ કરવો જરૂરી છે. પરંતુ તેમાં લોકોનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. હું ખૂબ જ નાની ઉંમરે આ ઈન્ડસ્ટ્રીમાં આવી ગયો હતો. હું નસીબદાર હતો કે, આ ચુંગાલમાંથી બહાર નીકળી ગયો. પરંતુ નવા આવેલા બાળકો માટે આ પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ છે.
'નિગમે વધુમાં કહ્યું હતું,' હું સૌથી વધુ આ મુદ્દે વાત કરું છું. કેટલા છોકરાઓ અને છોકરીઓ મારી સાથે વાત કરે છે. જે મ્યૂઝિક કમ્પોઝર્સ કામ કરવા માંગે છે, પરંતુ મ્યૂઝિક કંપની કહે છે કે, તે આપણા કલાકાર નથી. હું સમજી શકું છું કે તમે ઘણા મોટા છો, તમે સંગીત ઉદ્યોગને નિયંત્રિત કરો છો કે, રેડિયોમાં, મૂવીઝમાં શું થશે.. પરંતુ આવું ન કરો. દુઆ બદુઆ એ ખૂબ મોટી વસ્તુ છે. આ યોગ્ય નથી. જેમની પાસે તાકાત છે તેમણે તેનો દૂરપયોગ કરવો જોઈએ નહીં.
સોનૂએ 'સ્ટાર પાવર'ની વાત કરતાં સલમાન ખાન પર કટાક્ષ કર્યો હતો. એક સ્ટાર છે જેની પર લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેણે અરજિત સિંહ સાથે પણ કંઈક આવું જ કર્યુ હતું.
મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઘણી એવી ખબરો આવી છે, જેમાં કોઈ સ્ટારે પોતાના વ્યક્તિગત મતભેદના કારણે સિંગરને ગીતમાંથી હટાવી દીધો હોય.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના નિધનની ખબર 14 જૂને આવી હતી. 15 જૂને મુંબઈમાં તેનું અંતિમ સંસ્કાર કરાયું હતું. સુશાંતના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા છે જેણે બોલીવુડમાં થઈ રહેલા નેપોટિઝમ પર પણ સવાલ ઉભો કર્યો છે.