મુંબઈ: પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે, વંચિતોને દૈનિક રાશનની સાથે સેનિટરી પેડનું પણ વિતરણ કરે.
માનુષીએ કોવિડ -19 મહામારીની વચ્ચે સેનિટરી પેડ્સને આવશ્યક વસ્તુ તરીકે સમાવિષ્ટ કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. જોકે તેમનું કહેવું છે કે, સાર્સ-કોવિડ -2ને કારણે રોજિંદા કામદારોના હાથમાં પૈસાના અભાવને કારણે વંચિત મહિલાઓને ગંભીર જોખમ થઇ ગયું છે.
તેમણે કહ્યું કે, "હું ખૂબ આભારી છું કે સાર્સ-કોવિડ -2 મહામારી દરમિયાન ભારત સરકાર દ્વારા સેનિટરી પેડ્સને આવશ્યક ચીજવસ્તુ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યાં છે. જો કે, આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ખાસ કરીને મહિલાઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી, મફતમાં પેડ મેળવી શકે.
તેમણે કહ્યું કે, "હું વિવિધ રાજ્યોની સરકારોને વિનંતી કરું છું કે કૃપા કરીને વંચિત લોકોને દૈનિક રાશનની સાથે સાથે સેનિટરી પેડનું વિતરણ કરે." આ વર્ષના અંતમાં ફિલ્મ 'પૃથ્વીરાજ'ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત 'અક્ષય કુમાર' સાથે માનુષી બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.