ભારતનું પ્રતિનિધિત્વ કરવા જ્યુરી દ્વારા ફિલ્મ જલ્લીકટ્ટુને નોમિનેટ કરાઇ
ફિલ્મ જલ્લીકટ્ટુને ભારત તરફથી સત્તાવાર પ્રવેશ
જલ્લીકટ્ટુ લઘુકથા માઓવાદી પર છે આધારિત
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુને ઓસ્કાર અવોર્ડ માટે નામાંકિત કરાઈ છે.ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્કર એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી માટે મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુને ભારત તરફથી સત્તાવાર પ્રવેશ આપવામાં આવ્યો છે.
મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ કરાઈ નોમિનેટ
જલ્લીકટ્ટુ ફિલ્મને સહમતિથી હિન્દી, ઓડિયા,મરાઠી અને અન્ય 27 પ્રવેશોમાંથી સર્વાનુમતે ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. ભારતનું પ્રતિનિધિત્વ કરવા જ્યુરી દ્વારા મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુને નોમિનેટ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં એક બળદ કસાઈખાનેથી ભાગી જાય છે જેને મારવા માટે ગામના બધા લોકો એકઠા થાય છે.
ફિલ્મના પાત્રોની જાણકારી
જલ્લીકટ્ટુ હરેશની લઘુકથા માઓવાદી પર આધારિત છે. આ ફિલ્મમાં એન્ટની વર્ગીઝ, ચંબન વિનોદ જોસ, સબુમન અબ્દુસમાદ અને સૈથી બાલચંદ્રન ને અભિનય કરનારા પાત્ર છે.
ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ દ્વારા ફિલ્મની માહિતી
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુરૂ બોર્ડના અધ્યક્ષ અને ફિલ્મ કાર રાહુલ રેવલે ઓનલાઇન પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન જણાવ્યું હતું કે, આ એક એવી ફિલ્મ છે. જે વાસ્તવમાં તે સમસ્યાઓને સામે લાવે છે. જેમાં આપણે જાનવરોથી પણ ખરાબ જણાઈ છીએ.