અભિનેત્રી માધુરી દિક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
વીડિયોમાં માધુરી ટ્રેન્ડિંગ ગીત (trending song) પર ડાન્સ કરી રહી છે
વીડિયોમાં ડાન્સર ધર્મેશ અને તુષાર કાલિયા પણ દેખાયા
મુંબઇ: અત્યારે સોશિયલ મીડિયા પર 'એક બાર પહેરા હટા દે શરાબી' ગીત ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. મોટા મોટા કલાકારો આ ગીત પર પોતાના વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે હવે આ યાદીમાં અભિનેત્રી માધુરી દિક્ષીત (madhuri dixit) નું પણ નામ જોડાયું છે. તાજેતરમાં જ માધુરી દિક્ષીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'એક બાર પહેરા હટા દે શરાબી' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે આ વીડિયોમાં ડાન્સર ધર્મેશ અને તુષાર કાલિયા પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: માધુરી દીક્ષિતે શેર કરી થ્રોબેક તસ્વીર, કેપ્શનમાં લખી શાયરી
માધુરી હંમેશા ફેન્સને નવી ગિફ્ટ આપે છેઅભિનેત્રી માધુરી દિક્ષિત હંમેશા પોતાના ફેન્સ માટે નવા-નવા ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરે છે. ત્યારે તેના ફેન્સને પણ આ વીડિયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે. આ વખતે માધુરીએ આ વીડિયો ડાન્સ રિયાલિટી શોના સેટ્સ પર બનાવ્યો હતો. આ શોમાં માધુરી દિક્ષીત, ધર્મેશ અને તુષાર કાલિયા જજ છે.
આ પણ વાંચો: Age is Just a Number! જૂઓ, ધક ધક ગર્લ માધૂરીનો ગ્લેમરસ અવતાર...