મુંબઇ: પોતાના ડાન્સ અને તેના અભિનય માટે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે હાલમાં જ 'કેન્ડલ' નામના ગીતથી ગાયકી કારકીર્દિની શરૂઆત કરી હતી. અભિનેત્રીનું પહેલું ગીત લોકો ખૂબ પસંદ આવી રહ્યું છે. શાહરૂખ અને સલમાન ખાન જેવા સ્ટાર્સે તેના ગીતની પ્રશંસા કરી છે.
આ ગીતને અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચાહકોનો આભાર માન્યો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
23 મેના રોજ સત્તાવાર રીતે ફેસબુક લાઇવ દ્વારા પ્રીમિયર કરાયેલા આ ગીતને વિશ્વભરના પ્રેક્ષકોએ પ્રશંસા કરી હતી.
અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'તમારા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર... મને જોઈને ખૂબ આનંદ થાય છે કે # કેન્ડલે આખી દુનિયાના લોકોના હૃદયને સ્પર્શ્યું.' માધુરીએ ઓફિશિયલ વીડિયોની ઝલક પણ આપી હતી.
તાજેતરમાં રિલીઝલ થયેલા આ ગીતનો હેતુ રોગચાળાના મુશ્કેલ સમયમાં લોકોમાં હકારાત્મકતા અને આશા જાળવી રાખવાનો છે.