હરિદ્વારમાં યોજાયેલા સાહિત્ય મહોત્સવમાં પહોંચેલા સમિર અંજાને દીપિકા પદુકોણની JNU મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશ એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે.
ગીતકાર સમીર અંજાને કહ્યું કે, તેમણે દીપિકા પાદુકોણ JNU કેમ ગઈ એ સમજાતુ નથી. આ મુલાકાતથી તેમનો આશય શું હતો, એ તેમણે જાહેરમાં કહેવું જોઈએ. CAA, NRC અને JNU મુદ્દે તેમણે કહ્યું કે, દેશ બદલાવ તરફ આગળ વધી રહ્યો છે. બદલાવ શું આવશે એ તો સમય બતાવશે. જે લોકોને લાગે છે કે, દેશ બરબાદી તરફ આગળ વધી રહ્યો છે, તેવું માનવાવાળા ખોટા છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણ JNUમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શનમાં જવાના કારણે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. ફિલ્મ જગતના લોકો પણ આ બાબતે વિભાજિત છે. કેટલાક દીપિકા પાદુકોણને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.