મુંબઈઃ કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની સાથે તેમના લવ ટ્રેકના કારણે પણ ચર્ચામાં છે. તેમની કેમેસ્ટ્રી રિયલમાં પણ એટલી જ ક્યૂટ જોવા મળે છે. હાલમાં જ તેમની એક તસવીર વાયરલ થઈ છે. જેમાં બંને કેઝ્યુઅલ લૂકમાં છે અને કાર્તિક પોતાના હાથેથી સારાને જમાડી રહ્યો છે. આ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, "કાફી દુબલી હો ગઈ હે, આઓ પહેલી જેસી સેહત બનાયે"
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નોંધનીય છે કે, બંને લોકો પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેઓ એક ડાન્સ શૉ જોવા મળ્યાં હતાં. જેમાં અભિનેતા સ્ટંટસ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મ વેલેન્ટાઈન્સ ડેના દિવસે રીલિઝ થવાની છે. જેણે ઈમ્તિયાઝ અલીએ નિર્દેશિત કરી છે.